WHo we are
ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ
ભારતભરમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના ડિજિટલ શિક્ષણની શરૂઆત ઈ-સ્કેવરે કરી છે. અમારી તો બસ એટલી જ ઈચ્છા છે કે તમામ લોકો ભણી શકે. શૈક્ષણિક સંસ્થાઓને તેમના પ્રશ્ર્નોના ઉત્તર આપવાથી લઈને બાળકો સાથે સીધેસીધું કામ કરવા સુધીની તમામ ભૂમિકાઓમાં ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ દ્રઢપણે માને છે કે કોઈ પણ બાળક પાછળ રહી જવું જોઈએ નહીં.
અમે તો એવું જ માનીએ છીએ કે આપણી દુનિયા કોઈ સ્પર્ધા નથી. એ તો તમામ લોકો માટે સર્વગ્રાહી અને સભાન જીવન જીવવાની એક વિશેષ જગ્યા છે. જ્યાં વિદ્યાર્થીઓ માનવમૂલ્યો સાથે ભણે અને સારું જીવન જીવવા માટે તૈયાર થાય એ ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગની પ્રાથમિકતા છે. પહેલાં મૂલ્યો. બીજું બધું પછી.
ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ એ વૈશ્વિક ભાગીદારી ધરાવતી કંપની છે જેના સંસ્થાપકો અને હિસ્સેદારો દુનિયાના વિવિધ દેશોમાં વસે છે. અમારી કંપની શિક્ષણવિદોની કંપની છે જેના ત્રણમાંથી બે સંસ્થાપકો શિક્ષણવિદો છે. ભારતના તમામ રાજ્યોમાં અને પછી વિકસતા દેશોમાં પાંખ ફેલાવવાનું અમારું સપનું છે. પરિવર્તનશીલ અને સહુને પોસાય તેવા શૈક્ષણિક માળખાને વરેલ ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ એવી કંપની છે જ્યાં નફો નહીં પણ માનવસહયોગ કેન્દ્રસ્થાને છે.
અમારો હેતુ
વૈશ્વિક શિક્ષણનો શ્રેષ્ઠ ઑનલાઈન મંચ બનાવવો.
પૈસાનું સર્વોત્તમ મૂલ્ય
કોઈ ભૌગોલિક અવરોધ નહીં
વ્યક્તિગત ભણતરનો અનુભવ
પોસાય તેવી ફી
ગુજરાતી, હિન્દી અને ઇંગલિશ માધ્યમ
સફર
સંસ્થાપકો
અશોક જાની
સહ-સ્થાપક અને ડિરેક્ટર
ઓપરેશન્સ
એમ.ટેક. IIT (BHU)
ભારતમાં ટેકનોલોજી વ્યવસાયમાં બાર વર્ષનો ઉદ્યોગસાહસિક અનુભવ.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૧૦ વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ
અમેના સાવંત
સહ-સ્થાપક અને હેડ
ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન
બી.કોમ.
ડિપ્લોમા ઇન કોમર્શિયલ પ્રેક્ટિસ
ભૂતપૂર્વ ચીફ એકાઉન્ટ્સ ઓફિસર, BSNL
૨૩ વર્ષનો એક્ઝિક્યુટિવ અનુભવ
સેમ્યુલ યિગઝૉ
સહ-સ્થાપક અને ડિરેક્ટર
ટેકનિકલ
પીએચડી સ્કોલર
સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ
યુનિવર્સિટી ઓફ ઈસ્ટર્ન ફિનલેન્ડ
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૨૦ વર્ષનો અધ્યાપન અનુભવ
શૈક્ષણિક ICT વિકાસ, કૉલેજ નેતૃત્વ, ICT કન્સલ્ટન્સી, ICT પ્રોજેક્ટ્સ કોઓર્ડિનેશન, ઉચ્ચ શિક્ષણમાં સહયોગના આંતરરાષ્ટ્રીય ICT પ્રોજેક્ટ્સમાં બહોળો અનુભવ