સંપૂર્ણપણે શાળાઓની જરૂરિયાતને અનુરૂપ વિશેષ કાર્યક્રમ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં.  પરિવર્તનશીલ અને વૈશ્વિક માંગને  અનુરૂપ બદલાતા જતા  શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષકોને નવી શિક્ષણનીતિ પ્રમાણે    માટે તૈયાર કરવા અનિવાર્ય છે. એ તૈયારી માટેનો શ્રેષ્ઠ માર્ગ છે  ફરજ પર અપાતી તાલીમ અને તેના થકી પ્રાપ્ત થતો અમૂલ્ય અનુભવ. એના માટેની શરૂઆત પણ આજથી જ કરવી પડે. ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ તમને એ તક  આપે છે. વર્ગખંડમાં કુશળ નિરીક્ષણ અને કાર્યક્ષેત્રના અવલોકન હેઠળનો ઉમદા અનુભવ તમારા શિક્ષકોને  અચૂકપણે ધારદાર બનાવશે. 

અમે પૂર્વ પ્રાથમિક,  પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને અમારો લાભ આપીએ  છીએ. કઈ તાલીમની જરૂરિયાત છે એની ઓળખથી લઈને તાલીમ પુરી થયા પછી શિક્ષકગણમાં આવેલ સુધારાની નોંધ સુધીની તમામ પ્રક્રિયામાં ઇ-સ્ક્વેર હોમસ્કૂલિંગ તમારી સાથે છે.  કોઈ એક વિષયલક્ષી તાલીમથી માંડીને રિફ્રેશર કોર્સ સુધીની તમારી બધી જરૂરિયાતને અમે સારી રીતે સમજીએ છીએ. સાથે સાથે શિક્ષકોની કમ્યૂનિકેટીવ સ્કિલ વધે એ માટે કમ્યૂનિકેટીવ ઇંગલિશ અને પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ફાઉન્ડેશનલ લેવલ જેવાં ખાસ કાર્યક્રમ પણ અમે આપીએ છીએ.

કમ્યૂનિકેટીવ ઇંગલિશ

ગુજરાત સરકારની નવી શૈક્ષણિક નીતિ પ્રમાણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇંગલિશ કેવી રીતે શીખવવું એ બાબતે શિક્ષક પ્રશિક્ષણની જરૂર હોય કે પછી શિક્ષકો અથવા બિન-શૈક્ષણિક સ્ટાફને તેમની કમ્યૂનિકેશન સ્કિલ સુધારવી હોય ઇ-સ્ક્વેર તમારી સાથે છે.

ફાઉન્ડેશનલ લેવલ

તમારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે  તમારા શિક્ષકોને પ્રશિક્ષિત કરીને તેના ધ્યેયપ્રાપ્ત કરવાં  છે? 

ઇ-સ્ક્વેર તમારી સાથે છે.

શીખવાની અક્ષમતા

બાળકોની શીખવાની અક્ષમતાને કેવી રીતે ઓળખવી જોઈએ અને તેમને કેવી રીતે મદદ કરવી જોઈએ? 

આવો! અમારી સાથે તૈયાર થઇ જાવ.

મુખ્ય શિક્ષક

પ્રોફેસર મહેન્દ્ર ચોટલીયા 

પીએચ.ડી. ઈન એજ્યુકેશન

ડિપ્લોમા ઈન જર્નલિઝમ

ભૂતપૂર્વં ડિરેક્ટર

ચીલ્ડ્રન યુનિવર્સીટી, ગુજરાત 

પ્રો.એમિરેટ્સ

એસ.પી. યુનિવર્સીટી

નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર એજ્યુકેશન (પશ્ચિમ ક્ષેત્ર)

શિક્ષક પ્રશિક્ષણ, પાઠ્યપુસ્તક લેખન, રિસર્ચ, અભ્યાસક્રમ ઘડતરની પ્રવૃત્તિમાં પારંગત

શૈક્ષણિક સંસ્થાની ગુણવત્તાવર્ધન, શાળા મૂલ્યાંકન વગેરે બાબતોના સલાહકાર 

પિંકી કાલિયા

એમ. એ., બી.એડ. 

શાળા નેતૃત્વ અને શાળા સંચાલનમાં પીજી.ડિપ્લોમા

ભૂતપૂર્વ આચાર્ય

જે.એચ.બી. સરદાર પ્રાથમિક શાળા, સુરત

શિક્ષણ ક્ષેત્રે ૪૨ વર્ષનો અનુભવ

રચના દવે

મુખ્ય શિક્ષક 

ગુરુવિદ્યા (ફાઉન્ડેશનલ લેવલ)

સચિવ

નૂતન બાલશિક્ષણ સંઘ,વડોદરા

શિક્ષણ અને શિક્ષકોની ક્ષમતાનિર્માણમાં ૩૫ વર્ષનો અનુભવ

સકીના શાયર

મુખ્ય શિક્ષક ગુરુવિદ્યા (ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા)

બી.એસસી. બી.એડ.

ભૂતપૂર્વ સુપરવાઈઝર

શ્રી સી.સી.શાહ સાર્વજનિક ઈંગ્લીશ હાઈસ્કૂલ,સુરત

શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષનો અનુભવ