Certification PROGRAMME in Caregiving
અમારા કુશળ, અનુભવી અને ઘડાયેલાં શિક્ષકોની લાઈવ, ઓનલાઇન ટ્રેઇનિંગની સાથે સાથે તેમના નિરીક્ષણ હેઠળની પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ વિધાર્થીઓને રોજ્બરોજનાં જીવનમાં એ તાલીમના ઉપયોગ અને તેની સમજણ વિકસાવવામાં ખુબ જ મદદરૂપ બને છે. વિશિષ્ટ શિક્ષણની જરૂરિયાતવાળા બાળકોના વાલીઓને આ કાર્યક્રમ તેમનાં બાળકોની જરૂરિયાત સમજવા અને તેને સંતોષવા માટે વધુ સારી રીતે તૈયાર કરે છે. આ તાલીમ બાદ વિધાર્થીઓનો કેરગિવિંગના ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી માટેનો માર્ગ મોકળો બને છે.
જો જો રહી ના જતા!
આજે જ પ્રવેશ મેળવો.
બેઝિક લેવલ
વિશિષ્ટ જરૂરિયાત કેરગિવર તાલીમ
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સાથે કામ કરવા માટેની બેઝિક પ્રેક્ટિકલ સ્કિલ. વિવિધ પ્રકારની અપંગતાઓ અને તેને ઓળખવાની સમજણ
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની વ્યવહારિક તક્લીફોને સમજવાની, ઓળખવાની અને તેની પર કેવી રીતે વધુ સારી રીતે કામ કરવું તે માટેની તાલીમ. સમાજમાં સામાન્યપણે વધુ ધ્યાને ચડતી અપંગતાઓની બહોળી સમજણ
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સાથે કામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની નૈતિક જવાબદારી, એ બાળકો સાથે સંવાદ કેળવવાની તાલીમ, આવાં બાળકોનો સમાજમાં વધુ સારો સ્વીકાર થાય તે માટે સતત ટેકો અને તેવી પ્રવૃતિઓના વિકાસમાં યોગદાન
સરકારી સગવડો અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષણનો અધિકાર, તેમના ભવિષ્યની સલામતી, તેમને વ્યક્તિગત ટેકો અને ઘરમાં તેમને માટે સતત શીખવાનું અને પ્રોત્સાહનનું વાતાવરણ કેવી રીતે ઉભું કરવું તેની તાલીમ
સામાજીક જાગૃતિ અને સર્વગ્રાહી સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર
કોર્સ જરૂરિયાત ૧૨୦ કલાક
અવધિ ૩ માસ
ફી ૧૫୦୦୦ ₹
અભ્યાસક્રમ પૂરો થયા પછીનો આધાર
ઈ-સ્કેવરના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તમે તમારા સ્ટુડન્ટ અકાઉન્ટનો અને રિસોર્સ મટીરીયલ્સનો એક વર્ષ સુધી લાભ મેળવી શકશો.
દરેક વિશિષ્ટ બાળક અને તેની જરૂરિયાત અલગ હોય છે અને તમારી મૂંઝવણના સમયમાં તમને શિક્ષકની જરૂર પણ પડશે તે અમે જાણીએ છીએ. એ માટે તમે અમારા સહયોગી શિક્ષકનો સંપર્ક કરી શકશો.
એડવાન્સ લેવલ
વિશિષ્ટ જરૂરિયાત કેરગિવર તાલીમ
વિશિષ્ટ જરૂરિયાતવાળા ભણતરની મૂળભૂત સમાજ અને તેને લગતાં કાયદા અને નિયમોની જાણકારી, સમાજમાં કેરગિવરની ભૂમિકા અને તેમના કૌશલ્યનો ખાસ વિકાસ
વિવિધ અપંગતા અને એને ઓળખવાની ઊંડાણપૂર્વકની સમજણ
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સાથેનાં કમ્યુનિકેશનની વ્યવહારિક તકલીફો અને તેને સંલગ્ન પરિસ્થિતિ, સુધારાઓ માટેનું આયોજન, ઓટિઝમ અને અન્ય વિશિષ્ટ જરૂરિયાતની સમજણ કેળવવી
વાલીઓ અને શિક્ષકો સાથે કેવી રીતે કામ કરવું, હેલ્થ પ્રોફેશનલ્સની મદદ કેવી રીતે લેવી, સતત ક્ષમતાવર્ધન, સર્વગ્રાહી સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર, નૈતિક જવાબદારી
સમાજમાં પ્રવર્તમાન અપંગતાઓ વિષે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને મૂલ્યાંકન, અવરોધોની ઓળખ, સફળતાની વાત, પ્રશ્નોના નિરાકરણ માટેના વિચાર અને તેના અમલ માટેનું માળખું, કોઈ પણ બાળક પાછળ ના રહી જાય તે માટે વ્યક્તિગતપણે ભજવવાની ભૂમિકા
કોર્સ જરૂરિયાત ૧૨୦ કલાક
અવધિ ૬ માસ
ફી ૨૪୦୦୦ ₹
અભ્યાસક્રમ પૂરો થયા પછીનો આધાર
ઈ-સ્કેવરના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તમેં તમારા સ્ટુડન્ટ અકાઉન્ટનો અને રિસોર્સ મટીરીયલ્સનો એક વર્ષ સુધી લાભ મેળવી શકશો.
દરેક વિશિષ્ટ બાળક અને તેની જરૂરિયાત અલગ હોય છે અને તમારી મૂંઝવણના સમયમાં તમને શિક્ષકની જરૂર પણ પડશે તે અમે જાણીએ છીએ. એ માટે તમે અમારા સહયોગી શિક્ષકનો સંપર્ક કરી શકશો.
મુખ્ય શિક્ષકગણ
ડૉ. રોનક પંડિત
બાળ મનોવિજ્ઞાનમાં પીએચડી
પ્રોફેસર અને સિનિયર ફેકલ્ટી
એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા
નિષ્ણાત ચિકિત્સક
ઇશા હોસ્પિટલ અને અર્પણ સેન્ટર, વડોદરા
ડૉ. સુદીપ્તા રૉય
સિનિયર કન્સલ્ટિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ
સ્થાપક અને નિયામક
સાય લેન્સ સેન્ટર, સુરત
વ્યવસાયિક જીવન સભ્ય અને કાઉન્સિલ સભ્ય IACP, PDAI, CPSI, IAPS
ડૉ. ખુશ્બુ દિવાન
હેડ, ઓક્યુપેશનલ થેરાપી વિભાગ
કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ, વડોદરા
ગંગોત્રી ઇન્દુમતિ સોનેજી
એમ.એસસી., બી.એડ.
પી.જી.ડિપ્લોમા. – ક્લિનિકલ સાયકોલોજી
પી.જી.ડિપ્લોમા – માર્ગદર્શન અને પરામર્શ.
લાઈફ સ્કિલ, સોફ્ટ સ્કિલ ટ્રેનર
સર્ટિફાઈડ યોગ અને હિપ્નોથેરાપિસ્ટ
બુલબુલ પંડિત
આચાર્ય
સોફિયા અંગ્રેજી માધ્યમ -શાંતિનિકેતન વિદ્યાલય, વડોદરા
વિઝિટિંગ ફેકલ્ટી
શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા