જો તમને એવું લાગતું હોય કે આ ઉંમરમાં વિધાર્થીઓ માટે આ વધુ પડતું છે તો તમારે ફેરવિચાર કરવો પડશે. પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત ભણતર, શૈક્ષણિક રમતો, વાર્તાકથન, વાતચીત અને સંવાદ, નાટક, વિવિધ જગ્યાઓની ઓનલાઇન  કે ઓનસાઈટ મુલાકાત જેવી ઘણીબધી પ્રવૃત્તિ  આધારિત અમારી શૈક્ષણિક શૈલી એટલી તો રસપ્રદ હોય છે કે વિધાર્થીઓ અમારાં સેશન છોડવા તૈયાર નથી થતા એટલી મજા આવે છે એમને!

આગવી વિશેષતાઓ

  • વિધાર્થી કેન્દ્રિત અભિગમ
  • બાળક પોતાની ક્ષમતા મુજબ ભણે તે માટે જરૂરી સહયોગ
  • વર્ષમાં ગમે ત્યારે એડ્મિશન 
  • અનુભવી અને વિશિષ્ટ  પ્રશિક્ષિત શિક્ષકગણ 
  • વેબિનાર 
  • વિધાર્થીની પ્રગતિ માટેની વ્યક્તિગત પ્રોફાઈલ અને વાલીઓ સાથે નિયમિત મુલાકાત 
  • જયારે જરૂર હોય ત્યારે વ્યક્તિગત કાઉન્સિલિંગ 
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા બે ભાષાઓમાં જરૂરિયાત મુજબ શિક્ષણ

જો જો રહી ના જતા!

આજે જ પ્રવેશ મેળવો.

પ્રિ-સ્કૂલ I. II, III

નર્સરી, જુનિયર અને સિનિયર બાલમંદિર

વયજૂથ – ૩ થી ૬ વર્ષ

  • વ્યક્તિગત સ્વછતા અને તંદુરસ્તીનો વિકાસ: વ્યક્તિગત સ્વછતા અને તંદુરસ્તીનું મહત્વ, સ્વકાળજી અને તંદુરસ્તીને લગતી સારી આદતો, આસનો, કસરતો 
  • ઇન્દ્રિયોનો વિકાસ: પાંચ ઇન્દ્રિયો – સ્પર્શ, સ્વાદ, દ્રષ્ટિ, શ્રવણ, સૂંઘવાની શક્તિ અને પર્યાવરણની સમજ 
  • જ્ઞાન-પ્રક્રિયાત્મક વિકાસ: અવલોકન, વર્ગીકરણ, ઓળખ, તર્કશક્તિ અને યાદશક્તિનો વિકાસ 
  • ભાષા વિકાસ: શ્રવણ પ્રવૃતિઓ, સ્વ-અભિવ્યક્તિ, ઉચ્ચારણ જાગૃતિ, શબ્દભંડોળનો વિકાસ (લગભગ ৭૦૦૦ શબ્દો ), પૂર્વવાંચન પ્રવૃતિઓ, પૂર્વલેખન પ્રવૃતિઓ, અન્ય ભાષાઓ સાથે સંપર્ક
  • સંખ્યા કૌશલ્ય: વર્ગીકરણ, મેળવણી, ક્રમ, સ્વરૂપ, વિસ્તાર, કદ, આકાર, અંતર, સમય વગેરે. ગણિતના ખ્યાલોને લગતી કસરતો અને રમતો
  • પર્યાવરણ જાગૃતિ: જીવવિજ્ઞાન, ભૌતિક અને સામાજિક પર્યાવરણની ઓળખ, આસપાસના પર્યાવરણ માટે સ્નેહભાવનો વિકાસ  
  • અભ્યાસક્રમ સહિતની પ્રવૃતિઓ: કળા અને હસ્તકળા, અભિનય ગીતો, નૃત્ય, અભિનય, નાટક વગેરે 
  • કૌટુંબિક મૂલ્યો: સભ્યો પ્રત્યે  પ્રેમ અને આદરની ભાવના તેમજ તેમની લાગણીઓની સમજણ
  • જીવનોપયોગી  કૌશલ્યનો  વિકાસ: સંભાળ, પ્રામાણિકતા, સહાનુભૂતિ,  કરુણા, ધીરજ, સર્જનાત્મકતા, સહયોગ અને પ્રશ્નોના ઉકેલ વગેરે

ધોરણ ૧ અને ૨

વયજૂથ- ૬ થી ૮ વર્ષ

  • ભાષા વિકાસ: શ્રવણ પ્રવૃતિઓ, સ્વ-અભિવ્યક્તિ, ઉચ્ચારણ જાગૃતિ, શબ્દભંડોળનો વિકાસ (લગભગ ૨૦૦૦ શબ્દો ), સમજણ સહિત વાંચન-લેખન પ્રવૃતિઓ, અન્ય ભાષાઓ સાથે સંપર્ક, વાસ્તવિક જિંદગીના બનાવો  સાથે જોડીને વાત  કરી શકે, માતૃભાષા સિવાયની ભાષામાં મૌખિક અને પૂર્વવાંચન કૌશલ્યનો વિકાસ
  • ઇન્દ્રિયોનો વિકાસ: આસપાસના પર્યાવરણમાંથી સજીવ કે નિર્જીવ વસ્તુઓનું અવલોકન અને ઓળખ, વર્ગીકરણ, નિશાનીઓ, દિશા વગેરેની ની સમજણ
  • સંખ્યા કૌશલ્ય: ગણિતના મૂળભૂત ખ્યાલોનો વિકાસ, સમય, ચોક્કસ ધારાધોરણ વગર વસ્તુમાપન, આકારની ઓળખ, રોજબરોજની ક્રિયામાં સંખ્યા, સ્થળને લગતું  શબ્દભંડોળ જેમ કે અંદર/બહાર, નજીક/દૂર, ઉપર/નીચે વગેરે
  • પર્યાવરણ જાગૃતિ: તત્કાલીન  પર્યાવરણ પ્રત્યેની  સવેંદના, મહત્વ અને સંરક્ષણ
  • તંદુરસ્તી અને સુખાકારી: રમતગમત, આસનો, પ્રાણાયામ. ધ્યાન, લયબદ્ધ કસરત
  • અભ્યાસક્રમ સહિતની પ્રવૃતિઓ: ચિત્રકામ, રંગપૂરણી, સંગીત, કળા અને હસ્તકળા, અભિનય ગીતો, નૃત્ય, અભિનય, નાટક વગેરે 
  • કૌટુંબિક મૂલ્યો: સભ્યો પ્રત્યે, પાડોશી તેમજ બહોળા  પરિવાર પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના તેમજ તેમની લાગણીઓની સમજણ
  • જીવનોપયોગી  કૌશલ્યનો  વિકાસ: સામાજિક સંવેદના, કમ્યુનિકેશન, સંભાળ, પ્રામાણિકતા, સહાનુભૂતિ,  કરુણા, ધીરજ, સર્જનાત્મકતા, સહયોગ અને પ્રશ્નોના ઉકેલ વગેરે
  • ટેક્નોલોજીનો ઉપયોગ: કાયદાકીય અને પ્રમાણસર ટેક્નોલોજીનો ઉપયોગ

મુખ્ય શિક્ષક

એમ. એ., બી.એડ. 

શાળા નેતૃત્વ અને સંચાલનમાં પી.જી.ડિપ્લોમા.

ભૂતપૂર્વ આચાર્ય – જે.એચ.બી. સરદાર પ્રાથમિક શાળા, સુરત

શિક્ષણ ક્ષેત્રે ૪૨ વર્ષનો અનુભવ